સાયન્ટિફીક એગ્રી સીડ્સના ખેડૂતો હિત માટેના ફાયદાકારક સુચનો
બિયા૨ણ અંગેના સુચનો
નમસ્તે મિત્રો....
આપ સૌ જાણો છો તે પ્રમાણે ગ્લોબલ વોર્મીંગની અસ૨ થી વૈશ્વિક તાપમાનમાં અસર જોવા મળે છે તેથી
વાતાવરણમાં અવારનવાર પલટો આવે છે. જેવા કે કમોસમી વરસાદ, ઠંડીના સમયમાં ગ૨મી, ગ૨મીના સમયમાં વરસાદ
પડવો વગેરે. આના કારણે ખેત૨માં વાવેતર કરેલ બિયારણ અને ગોડાઉનમાં સંગ્રહ કરેલ બિયારણ ૫૨
માઠી અ૨ા૨ જોવા મળે છે. આ બદલાતા સમયમાં આપણે પણ વેચાણ ક૨તા બિયા૨ણ અને વાવેત૨ ક૨તા બિયારણમાં
ફે૨ફા૨ ક૨વો પડશે, વ્યવસાય તથા ખેતીનુ નુકશાન થવાની પૂરી શક્યતા છે. આ નુકશાનથી બચવા માટે નીચેના
અસ૨કા૨ક પગલા બિયારણ વેચતા અને વાવેત૨ ક૨તા પહેલા લેવા જોઈએ.
કંપની તરફથી વેપારી અને ખેડૂતોને સૂચનો
કંપની ખુબ મોટા પ્રમાણમાં બિયારણનું વેચાણ કરતી હોય અને તમામ પ્રકા૨ના બિયા૨ણ બનાવતી હોય અમો સ૨કા૨શ્રીના નિયમો અનુસા૨ તમામ ચેકિંગ કરાવીને બિયા૨ણ માર્કેટમા આપતા હોય છીએ. આના માટે અમારી પાસે રીઝલ્ટની કોપી પણ હોય છે માટે દરેક ખેડૂતની પરિસ્થિતિ અલગ હોય અમો ખેત૨ની ગેરંટી લઈ શકતા નથી.
વાવેતર બિયારણ ન ઉગવાના કારણો
- ઉગાવો જમીન / પાણીના પ્રકા૨ ૫૨ પણ આધાર રાખે છે.
- બિયા૨ણ ખેત૨ની અંદ૨ ઉંડુ જઇ શકે.
- ઓણીમાં પણ પ્રશ્ર હોઇ શકે.
- પિયત અનિયમિત મળે તો પણ બિયા૨ણ ન ઉગે.
- આડેઘડ વપરાતી નીંદામણનાશક દવા પણ બિયારણના ઉગવા ૫૨ અસર કરે છે.
જેમ કે મગફળી | સોયાબીન પાકમા પાછળના સમયમાં વપ૨ાતી નિંદામણનાશક દવાઓ શિયાળુ પાકના ઉગવાને અસર કરે છે.
- જેમ કે અમુક જગ્યાએ વપરાતી પેન્ડીમીથેલીન + ઓકસીલોન દવા બિયારણના ડાયરેકટ સંપર્કમાં આવે તો પણ બિયારણના ઉગાવાને અસર કરે છે.
- સીઝન પહેલા થતુ વાવેતર દા. ત. ગરમીમાં ઘઉંનુ વાવેતર અને ઠંડીમાં તલનુ વાવેત૨ ક૨વાથી ઉગવાને અ૨ા૨ ક૨ે છે.
- બિયા૨ણ દ૨માં 1 એકર દીઠ વપરાતુ ઓછુ પ્રમાણ.
- બિયારણમાં જ પ્રશ્ન હોય તો આ પ્રશ્ન બિયા૨ણ અવાણી લેવાથી ખબર પડી જાય છે કે બિયારણ યોગ્ય છે કે કેમ ?
ખેડૂતો માટેના સુચનો
- બિયારણ ખરીદતા પહેલા સીલબંધ હાલતમાં હોવુ જોઇએ.
- બિયા૨ણ પાકુ બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
- જે લોટનુ બિયા૨ણ છે તે લોટના રિઝલ્ટની કોપી લેવાનો આગ્રહ રાખવો જોઇએ.
- કોયપણ બિયારણ ની ખરીદી કરી અને તેને 1 દીવા માટે તપાવવુ જોઇએ.
- દરેક ખેડૂતમિત્રો એ બિયારણ લેતા પહેલા કો અથવા થેલી ખોલીને જોઇને લેવાનો આગ્રહ રાખવો જોઇએ કારણ કે કોઇપણ બિયા૨ણ સડેલુ હોઈ અથવા ગ્રેડીંગ નબળુ હોય તો સ્થળ પર જ ખબર પડી જાય અને નુકશાન થી બચી શકાય.
- કોઇપણ બિયા૨ણ વાવતા પહેલા અવાણી લેવુ જોઇએ (300 દાણા ગણી અને ઘરે કોથળા અથવા ખેતરમાં વાવેતર કરી લેવું)
- અવાણેલ બીયારણ જો ન ઉગે તો વેપા૨ીને તૂટેલા કટ્ટા અથવા થેલી પાછી આપી દેવી જોઇએ અને ખેડૂત ને બીજા બિયારણ આપી દેવા જોઈએ. આમ કરવાથી ખેડૂતો અને વેપા૨ી મિત્રો નુક્શાનથી બચી શકશે.
- વેપારીઓએ દરેક ખેડૂત મિત્રોને લીધેલા બિયારણ તપાવી અને પછી અવાણીને જ વાવેત૨ ક૨વાનો આગ્રહ રાખો તેના માટે ખેડૂતને 5 દિવસ એડવાન્સ પ્લાનીંગ કરતા શીખવો અને બિયા૨ણ ડાયરેકટ ઓરણીમાં નાખીને વાવેતર કરતા રોકવા જોઇએ.
- બિયારણને પટ્ટ આપીને જ વાવેતર કરવું જોઇએ.