Vishal - Green Gram - (વિશાલ મગ)

Vishal - Green Gram - (વિશાલ મગ)

★જમીન અને જમીન તૈયારી

1. બધાજ પ્રકારની જમીન ને અનુકૂળ.,સારી નિતાર શકિતવાળી ગોરાળુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે.

2. ગોરાળુ જમીન કે જેમા સેન્દ્રિયતત્વ વધારે હોય તેવી જમીન મગના પાકને વધુ માફક આવે છે .

★વાવણીનો સમય અને અંતર

1.  વાવેતર સમય : 15 મી જુન થી 15 જુલાઇ સુધી ચોમાસુ વાવેતર કરી શકાય

2. ઉનાળુ મગનુ વાવેતર 15 ફેબ્રુઆરી થી 15 માર્ચ સુધી.

3. વાવેતરનુ અંતર : ચોમાસુ : 9 થી 12 ઇંચ (બે હાર વચ્ચે) 1 થી 2 ઇંચ (બે છોડ વચ્ચે)

4. ઉનાળુ : 3 થી 6 ઇંચ (બે હાર વચ્ચે) 1 થી 2 ઇંચ (બે છોડ વચ્ચે)

★બિયારણનો દર અને બીજ માવજત

1. બિયારણનો દર : 25 કિલો થી 30 કિલો એક હેકટરમાં વાવેતર કરી શકાય.

2. બીજ ને પ્રતિ કિલો 4 મી.લી. ગ્રામ માર્કબિન દવાનો પટ વાવેતર ના 24 ક્લાક પહેલા આપવો

★ખાતર વ્યવસ્થા

1. 10 ટન છાણીયુ ખાતર (પ્રતિ હેકટર)

2. પાયાનુ ખાતર : 40 કિલો એન.પિ.કે. + 10 કિલો ફર્ટી સુપર + 2 કિલો ઇકુસ /એકર.

★નિંદામણ નિયંત્રણ

1. મગના પાકને જરૂરીયાત મુજબ 3 થી 4 વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી.

2. વાવેતર ના 25 દિવસ બાદ કૂપળા વાળા નિદામણ માટે સિદ્ધિ ઇન્ડ. નુ ટી.જી. સુપર દવા નો 35 થી 40 મી.લી. છંટકાવ કરવો.

★પાક રક્ષણ

1. મગના રોગ માટે સિદ્ધિ ઇન્ડ. નુ હેલમેટ 20 મી.લી. અથવા યુનિવર્સલ 20 મી.લી. 15 લીટર પાણીમા મિકસ કરી છંટકાવ કરવો.

2. ફુલ આવવાની અવસ્થાએ સિદ્ધિ ઇન્ડ. નુ બટાલીયન 10 મી.લી. 15 લીટર પાણીમા મિકસ કરી છંટકાવ કરવો.

3. મગના વધુ ઉત્પાદન માટે ત્રીજા પિયત સાથે સિદ્ધિ ઇન્ડ. નુ કૃષિઅમૃત 300 મી.લી. પ્રતિ વિઘામા આપવુ.

4. મગમા આવતી ઇયળ માટે સિદ્ધિ ઇન્ડ. નુ એડમીરલ 10 મી.લી. અથવા નિશાન 20 થી 25 મી.લી. અથવા શુટર 15 ગ્રામ 15 લીટર પાણીમા મિકસ કરી છંટકાવ કરવો.

5. જમીન જન્ય ફુગ તેમજ સુકારા માટે સિદ્ધિ ઇન્ડ. નુ માર્કબીન 600 મી.લી. / મેટાક્ષો ગોલ્ડ 600 મી.લી. પ્રતિ એકર પાણી સાથે પિયત માં આપવુ.

★અન્ય ફાયદા

1. ઉત્પાદન ક્ષમતા 1 વિધા પ્રતિ 10 થી 20 મણ.

2. પાકવાના દિવસો 60 થી 65

3. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત.